Friday, July 31, 2026
Friday, July 31, 2026
HomeShri KrishnaShri Krishna Bhajans GujaratiKanudo Su Jane Mari Prit Lyrics - Shri Krishna Bhajan

Kanudo Su Jane Mari Prit Lyrics – Shri Krishna Bhajan

- Advertisment -

“કાનુડો શું જાણે મારી પ્રીત” એક ખૂબ જ લોકપ્રિય ગુજરાતી કૃષ્ણ ભજન છે, જેમાં ભક્ત અથવા ગોપી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના પોતાના અનન્ય પ્રેમ અને વિરહભાવને વ્યક્ત કરે છે।

ભજનનો ભાવ:

  1. શ્રી કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ
  2. વિરહ અને મિલનની અભિલાષા
  3. ગોપીભાવ
  4. ભગવાન સાથેના આત્મીય સંબંધ

શબ્દ અર્થ

  1. કાનુડો = પ્રેમથી બોલાવાતું ભગવાન શ્રી કૃષ્ણનું નામ
  2. શું જાણે = શું સમજી શકે?
  3. મારી પ્રીત = મારા હૃદયનો પ્રેમ અને ભક્તિ

ક્યારે ગવાય છે?

  1. કૃષ્ણ ભજન સંધ્યા
  2. જન્માષ્ટમી
  3. સત્સંગ
  4. રાસોત્સવ અને વૈષ્ણવ કાર્યક્રમોમાં

Kanudo Shun Jaane Maari Preet Lyrics:

  • English
  • Gujarati

Kanudo Shun Jaane Maari Preet
Baai Ame Baal Kunwara Re
Kanudo Shun Jaane Maari Preet
Kanudo Shun Jaane Maari Preet

Baai Ame Baal Kunwara Re
Kanudo Shun Jaane Maari Preet
Jal Re Jamunana Ame
Bharvaane Gyata Vhaala

Jal Re Jamunana Ame
Bharvaane Gyata Vhaala
Kanude Udaadya Aachhan Neer
Udyaa Fararara Re

Kanudo Shun Jaane Maari Preet
Kanudo Shun Jaane Maari Preet
Baai Ame Baal Kunwara Re
Kanudo Shun Jaane Maari Preet

Vrunda Te Vanmaa Vhaale
Raas Rachya Chhe
Vrunda Te Vanmaa Vhaale
Raas Rachya Chhe

Solase Gopina Taanya Cheer
Phatyan Chararara Re
Kanudo Shun Jaane Maari Preet
Kanudo Shun Jaane Maari Preet

Baai Ame Baal Kunwara Re
Kanudo Shun Jaane Maari Preet
Jamunaane Kaanthe Vhaala
Godhan Chaare Chhe

Jamunaane Kaanthe Vhaala
Godhan Chaare Chhe
Vaansali Vagaadi Vaagya Dhor
Vaagya Hararara Re

Kanudo Shun Jaane Maari Preet
Kanudo Shun Jaane Maari Preet
Baai Ame Baal Kunwara Re
Kanudo Shun Jaane Maari Preet

Hu Varnaagi Kaana
Tamaara Re Naamni Re
Hu Varnaagi Kaana
Tamaara Re Naamni Re

Kanude Maaryan Chhe Amne Preet
Vaagyan Ararara Re
Kanudo Shun Jaane Maari Preet
Kanudo Shun Jaane Maari Preet

Baai Ame Baal Kunwara Re
Kanudo Shun Jaane Maari Preet
Baai Meera Kahe Prabhu
Giridhar Naagar

Baai Meera Kahe Prabhu
Giridhar Naagar
Kanude Baaline Kidha Khaakh
Raakh Udi Fararara Re

Kanudo Shun Jaane Maari Preet
Kanudo Shun Jaane Maari Preet
Baai Ame Baal Kunwara Re
Kanudo Shun Jaane Maari Preet

કાનુડો શું જાણે મારી પ્રીત
બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત
કાનુડો શું જાણે મારી પ્રીત

બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત
જળ રે જમુનાના અમે
ભરવાને ગ્યાતા વ્હાલા

જળ રે જમુનાના અમે
ભરવાને ગ્યાતા વ્હાલા
કાનુડે ઉડાડયા આછાં નીર
ઉડયા ફરરરર રે

કાનુડો શું જાણે મારી પ્રીત
કાનુડો શું જાણે મારી પ્રીત
બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત

વૃંદા તે વનમાં વ્હાલે
રાસ રચ્યા છે
વૃંદા તે વનમાં વ્હાલે
રાસ રચ્યા છે

સોળસે ગોપીના તાણ્યા ચીર
ફાટ્યાં ચરરરર રે
કાનુડો શું જાણે મારી પ્રીત
કાનુડો શું જાણે મારી પ્રીત

બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત
જમુનાને કાંઠે વ્હાલા
ગોધણ ચારે છે

જમુનાને કાંઠે વ્હાલા
ગોધણ ચારે છે
વાંસળી વગાડી વાગ્યા ઢોર
વાગ્યા હરરરર રે

કાનુડો શું જાણે મારી પ્રીત
કાનુડો શું જાણે મારી પ્રીત
બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત

હું વરણાગી કાના
તમારા રે નામની રે
હું વરણાગી કાના
તમારા રે નામની રે

કાનુડે માર્યાં છે અમને પ્રીત
વાગ્યાં અરરરર રે
કાનુડો શું જાણે મારી પ્રીત
કાનુડો શું જાણે મારી પ્રીત

બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત
બાઈ મીરા કહે પ્રભુ
ગિરિધર નાગર

બાઈ મીરા કહે પ્રભુ
ગિરિધર નાગર
કાનુડે બાળીને કીધા ખાખ
રાખ ઉડી ફરરરર રે

કાનુડો શું જાણે મારી પ્રીત
કાનુડો શું જાણે મારી પ્રીત
બાઈ અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત

Credits:

  • Title: Kanudo Shun Jaane Maari Preet
  • Singer: Nisha Kapadia
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx: Prem Graphics PG
  • Music Label: Music Nova

For more Shri Krishna Bhajans with lyrics, click here

Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES