Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeShreenathiji SongsRanchhod Bavani With Lyrics In Gujarati & English | Ranchod Tu Rangilo...

Ranchhod Bavani With Lyrics In Gujarati & English | Ranchod Tu Rangilo Nath | રણછોડ બાવની

Credits:

  • Title: Ranchhod Bavani
  • Singer: Chorus
  • Music Director: J Subhash
  • Music Label: Music Nova

Full Audio Song Available on

Lyrics:

  • English
  • Gujarati

Ranchhod Tu Rangilo Naath Vishwa Sakal Ne Taro Saath
Bhumi Kero Harava Bhaar Jag Ma Pragatyo Varamvar

Janma Dharyo Te Karagaar Jagat Ma Karava Chamatkar
Kansraay Ne Thaye Jaan Tethi Kidhu Tarat Prayan

Gokul Ma Jai Kidho Vaas Nand Yashodaji Ni Paas
Varan Karata Naave Paar Eavi Taari Leela Apaar

Govalo Ni Saathe Jaaye Gaay Charavi Raaji Thaye
Chhaano Goras Looti Khaay Pakadata Ma Chhataki Jaaye

Gopika Na Chorya Chitt Sau Na Upar Sarakhi Preet
Bansi Kero Sur Madhur Sunanara Thaaye Chakchur

Sharad Poonam Ni Aave Raat Sauna Haiye Thaye Prabhat
Vraj-Vanita Chhode Aavas Daudee Aave Ramava Raas

Taraliya Chamake Aakash Chandaliyano Purna Prakash
Danav Kero Jya Jya Tras Pal Ma Jaine Kidho Naash

Pataki Maaryo Maamo Kans Rahyo Na Jagatma Teno Vansh
Kauravo Ne Kidhaa Tang Pandavo Ne Raakhi Sang

Arjun Ne Te Kidho Bodh Gyanamrut Ne Varsyo Dhodh
Yuddh Jeetine Kidhi Daud Naam Padyu Tethi Ranchhod

Dwarikama Kidho Vaas Dharm Dwaja Farake Choupas
Gujarate Ek Dakor Gaam Bhakt Thayo Bodano Naam

Patni Jeni Gangabai Te Pann Bhakti Maa Rangaai
Harata Farata Gaaye Gaan Melavavaa Chaahe Bhagawan

Tevamaa Ek Aavyo Sangh Relayo Bhakti No Rang
Yatralu Dwarika Jaaye Bodaano Tema Jodaye

Gomatiji Ma Kidhu Snaan Bhave Nirkhya Shree Bhagawan
Chh Maase Hu Aavish Dhaam Tek Evi Lidhi Nishkam

Tulsi Vaavi Kayam Jaaye Prabhune Arpi Raaji Thaye
Sahan Kare E Kasht Amaap Bhale Pade Thandi Ke Taap

Vruddh Thayo Pann Haiye Haam Avichal Shraddha Aatho Jaam
Sitter Varsh Vitya Chhe Em Tyare Puran Thai Chhe Nem

Bodaano Jityo Chhe Daav Prabhu Na Haiye Pragatyo Bhav
Have Laavaje Gaadu Saath Bolyo Vishwa Sakal No Naath

Khadakhadti Lidhi Chhe Vhel Vruddh Thayela Jodya Bel
Gangabaiye Didhee Vidaay Bodaano Harkhato Jaaye

Bodaanaane Raato Raat Mukya Dwarikani Vaat
Darshan Karta Kahe Chhe Naath Gaadu Lavyo Chhu Saath

Gugaleeo Mannma Vahemaay Bhakt Prabhune Na Lai Jaaye
Marya Taalaa Majboot Dwar Raat Padine Vagyaa Baar

Vhaalo Nikali Naatho Bahar Vhel Tarat Kari Taiyaar
Gaadu Haake Jagdadhaar Kaho Pachhi Shu Laage Vaar

Umreth Pakadi Leemda Daal Mithi Thai Gai Te Tatkaal
Vhanu Vaayu Viti Raat Dakor Maahe Thayu Prabhat

Gangabaaie Nirkhya Naath Ur Umalake Jodya Haath
Dakor Vartyo Jai Jaikar Dwarika Maa Haahaakaar

Dwarikana Raqjan Saath Gugalee Leva Avyaa Naath
Bhagat Same Leva Jaaye Maaryo Bhaalo Mrutyu Thaye

Bhaavikona Dil Dukhaye Badalo Leva Saama Thaaye
Gangabaie Dhiraj Dhari Vahaalmjie Vipat Hari

Gugalee Sonu Leva Dhaaye Vahalo Vaalie Tolaay
Rijyo Vishwa Kalno Bhoop Mansukhramnu Lidhu Roop

Sant Punit Ne Didhi Haam Puran Kidhaa Saghalaa Kaam
Rambhakt Je Karshe Paath Naath Jalshe Teno Haath

Raja Ranchhod Mara Raja Ranchhod
Dakor Na Thakur Mara Raja Ranchhod

રણછોડ તુ રંગીલો નાથ વિશ્વ સકળ ને તારો સાથ
ભૂમિ કેરો હરવા ભાર જગ મા પ્રગટ્યો વારંવાર

જનમ ધરિયો તે કારાગાર જગત માં કરવા ચમત્કાર
કંસરાય ને થાયે જાણ તેથી કિધુ તરત પ્રયાણ

ગોકુળ મા જઈ કીધો વાસ નંદ યશોદાજી ની પાસ
વર્ણન કરતા નાવે પાર એવી તારી લીલા અપાર

ગોવાળો ની સાથે જાય ગાય ચરાવી રાજી થાય
છાનો ગોરસ લૂટી ખાય પકડાતા મા છટકી જાય

ગોપિકા ના ચોર્યા ચિત્ત સૌ ના ઉપર સરખી પ્રિત
બંસી કેરો સુર મધુર સુણનારા થાયે ચકચુર

શરદ પૂનમ ની આવે રાત સૌના હૈયે થાય પ્રભાત
વ્રજ-વનિતા છોડે આવાસ દોડી આવે રમવા રાસ

તારલિયા ચમકે આકાશ ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ
દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ પળ મા જઈને કિધો નાશ

પટકી માર્યો મામો કંસ રહ્યો ના જગ મા તેનો વંશ
કૌરવો ને કીધા તંગ પાંડવો ને રાખી સંગ

અર્જુન ને તે કીધો બોધ જ્ઞાનામૃત ને વરસ્યો ધોધ
યુધ્ધ જીતીને કીધી દોડ નામ પડયુ તેથી રણછોડ

દ્વારિકામા કીધો વાસ ધર્મ ધજા ફરકે ચોપાસ
ગુજરાતે એક ડાકોર ગામ ભક્ત થયો બોડાણો નામ

પત્ની જેની ગંગાબાઈ તે પણ ભક્તિ માં રંગાઈ
હરતા ફરતા ગાયે ગાન મેળવવા ચાહે ભગવાન

તેવામા એક આવ્યો સંઘ રેલાયો ભક્તિ નો રંગ
યાત્રાળુ દ્વારિકા જાય બોડાણો તેમા જોડાય

ગોમતીજી મા કીધુ સ્નાન ભાવે નિરખ્યા શ્રી ભગવાન
છ માસે હુ આવિશ ધામ ટેક એવી લિધિ નિષ્કામ

તુલસી વાવી કાયમ જાય પ્રભુને અર્પી રાજી થાય
સહન કરે એ કષ્ટ અમાપ ભલે પડે ઠંડી કે તાપ

વૃધ્ધ થયો પણ હૈયે હામ અવિચલ શ્રધ્ધા આથો જામ
સિત્તેર વર્ષ વીત્યા છે એમ ત્યારે પણ પૂરણ થઇ છે નેમ

બોડાણો જીત્યો છે દાવ પ્રભુ ના હૈયે પ્રગટ્યો ભાવ
હવે લાવજે ગાડુ સાથ બોલ્યો વિશ્વ સકળ નો નાથ

ખડખડતી લીધી છે વેલ વ્રુધ્ધ થયેલા જોડીયા બેલ
ગંગાબાઈ એ દીધી વિદાય બોડાણો હરખાતો જાય

બોડાણાને રાતો રાત મુક્યા દ્વારિકાની વાટ
દર્શન કરતા કહે છે નાથ ગાડુ લવ્યો છૂ સાથ
ગુગળીયો મનમા વાહેમાય ભક્ત પ્રભુને ના લઇ જાય
માર્યા તાળા મજબુત દ્વાર રાત પડીને વાગ્યા બાર

વ્હાલો નીકળી નાઠો બહાર વ્હેલ તરત કરી તૈયાર
ગાડું હાંકે જગદાધાર કહો પછી શું લાગે વાર

ઉમરેઠ પકડી લીમડા ડાળ મીઠી થઇ ગઈ તે તત્કાળ
વ્હાણું વાયુ વિતી રાત ડાકોર માંહે થયુ પ્રભાત

ગંગાબાઇએ નિરખ્યા નાથ ઉર ઉમળકે જોડયા હાથ
ડાકોર વર્ત્યો જય જયકાર દ્વારિકા મા હાહાકાર

દ્વારિકાના રાજન સાથ ગુગળી લેવા આવ્યા નાથ
ભગત સામે લેવા જાય માર્યો ભાલો મૃત્યુ થાય

ભાવિકોના દિલ દુખાય બદલો લેવા સામા થાય
ગંગાબાઈ એ ધીરજ ધારી વ્હાલમજીએ વિપત હરિ

ગુગળી સોનુ લેવા ધાય વ્હાલો વાળીએ તોળાય
રીઝયો વિશ્વ કળ નો ભૂપ મનસુખરામનુ લીધુ રૂપ

સંત પુનિતને દીધી હામ પુરણ કીધા સઘળા કામ
રામભક્ત જે કરશે પાઠ નાથ જાળશે તેનો હાથ

રાજા રણછોડ મારા રાજા રણછોડ
ડાકોર ના ઠાકુર મારા રાજા રણછોડ

રાજા રણછોડ મારા રાજા રણછોડ
ડાકોર ના ઠાકુર મારા રાજા રણછોડ

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES