“બોલ્યા શ્રી હરિ રે” (સ્વામિનારાયણ ભજન) એક પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું ભજન છે, જેમાં ભગવાન સ્વામિનારાયણ (શ્રી સહજાનંદ સ્વામી)ના ઉપદેશ અને દિવ્ય વાણીનું ગાન થાય છે।
ભાવ અને સંદેશ:
- ધર્મનું પાલન
- સદાચાર અને નિયમ
- ભગવાન પ્રત્યે ભક્તિ
- સંત અને સત્સંગનું મહત્વ
ભજનનો મુખ્ય ભાવ:
- ભગવાનની આજ્ઞાનું પાલન કરવું
- જીવનને શુદ્ધ અને સાત્વિક બનાવવું
- શ્રી હરિના શબ્દોને જીવનમાં ઉતારવા
ક્યારે ગવાય છે?
- સ્વામિનારાયણ સત્સંગમાં
- મંદિર ભજન સંધ્યા
- ધાર્મિક સભાઓમાં
Bolya Shree Hari Re Lyrics:
- English
- Gujarati
Hey Hey Radhiyamani Aa Rataldi
Ne Vaani Aa Vaani Amrit Sami
Hey Ae Toh Rumjhum Rumjhum Varashe
Hey Ae Toh Hari Mukhe Vachanamrut Bani
Hey Bolya Shree Hari Re
Hey Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Mare Ek Varta Re
Sahune Sambhalavyanu Chhe Mann
Mari Murti Re
Mara Lok Bhog Ne Mukt
Sarve Divya Chhe Re
Tyan Toh Joyani Chhe Jukt
Maru Dham Chhe Re
Akshar Amrit Jenu Naam
Sarve Samrathi Re
Shakti Gune Kari Abhiram
Ati Tejomay Re
Ati Tejomay Re
Ravi Shashi Kotik Varne Jaay
Sheetal Shant Chhe Re
Tejni Upma Nav Devay
Tema Hun Rahu Re
Dvibhuj Divya Sada Sakar
Durlabh Devne Re
Maro Koi Na Pame Paar
Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Hey Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Hey Jeev Ishwar Tano Re
Maya Kaal Purush Pradhan
Sahune Vash Karu Re
Sahuno Prerak Hun Bhagwan
Aganit Vishwani Re
Utpatti Paalan Pralay Thay
Mari Marji Vina Re
Koithi Taranu Nav Today
Aem Mane Janajo Re
Aem Mane Janajo Re
Mara Ashrit Sau Nar Nari
Main Tam Aagale Re
Varta Satya Kahi Chhe Mari
Hun Toh Tam Karane Re
Aavyo Dhaam Thaki Dhari Deh
Premanand No Re
Vhalo Varasya Amrit Meh
Hey Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Hey Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Hey Vali Sahu Sambhalo Re
Mhari Varta Param Anup
Param Siddhant Chhe Re
Sahu Ne Hitkari Sukhroop
Sahu Hari Bhakt Ne Re
Javu Hoye Maare Dhaam
Toh Tame Sevajo Re
Tame Shuddh Bhave Thai Nishkaam
Sahu Hari Bhakt Ne Re
Sahu Hari Bhakt Ne Re
Javu Hoye Maare Dhaam
Toh Mane Sevajo Re
Tame Shuddh Bhave Thai Nishkaam
Sahu Hari Bhakt Ne Re
Rahevu Hoye Mare Paas
Toh Tame Meljo Re
Mithya Panch Vishay Ni Aash
Hey Mujh Vina Janajo Re
Beeja Mayik Sahu Aakar
Preeti Todjo Re
Jutha Jani Kutumb Parivar
Sahu Tame Palajo Re
Sarve Dradh Kari Mara Nem
Tam Par Rijhashe Re
Dharma Ne Bhakti Karshe Kshem
Sant Hari Bhakt Ne Re
Sant Hari Bhakt Ne Re
Didho Shiksha No Updesh
Latka Haath Na Re
Karta Shobhe Natvar Vesh
Nij Jan Upare Re
Amrit Varasya Anand Kand
Jem Sahu Aushadhi Re
Preete Poshe Puran Chand
Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Hey Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Hey Shobhe Sant Ma Re
Jem Kai Udugan Ma Uduraaj
Ishwar Ude Thaya Re
Kalima Karva Jan Na Kaaj
Ae Pad Shikhshe Re
Ae Pad Shikhshe Re
Gashe Sambhalshe Kari Pyar
Premanand No Re Swami
Leshe Teni Saar
Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Mare Ek Varta Re
Sahune Sambhalavyanu Chhe Mann
Hey Bolya Shree Hari Re
Sambhalo Nar Nari Harijan
Sambhalo Nar Nari Harijan
Sambhalo Nar Nari Harijan
Sambhalo Nar Nari Harijan
Sambhalo Nar Nari Harijan
હે હે રઢિયામણિ આ રાતલડી
ને વાણી આ વાણી અમૃત સમી
હે એ તો રુમઝુમ રુમઝુમ વરશે
હે એ તો હરિ મુખે વચનામૃત બની
હે બોલ્યા શ્રી હરિ રે
હે બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
મારે એક વાર્તા રે
સહુને સંભળાવ્યાનું છે મન
મારી મૂરતિ રે
મારા લોક ભોગ ને મુક્ત
સર્વે દિવ્ય છે રે
શક્તિ ગુણે કરી અભિરામ
અતિ તેજોમય રે
અતિ તેજોમય રે
રવિ શશી કોટિક વારણે જાય
શીતળ શાંત છે રે
તેજની ઉપમા નવ દેવાય
તેમાં હું રહુ રે
દ્વિભુજ દિવ્ય સદા સાકાર
દુર્લભ દેવને રે
મારો કોઈ ન પામે પાર
બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
હે બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
હે જીવ ઈશ્વર તણો રે
માયા કાળ પુરુષ પ્રધાન
સહુને વશ કરુ રે
સહુનો પ્રેરક હું ભગવાન
અગણિત વિશ્વની રે
ઉત્પત્તિ પાલન પ્રલય થાય
મારી મરજી વિના રે
કોઈથી તરણું નવ તોડાય
એમ મને જાણજો રે
એમ મને જાણજો રે
મારા આશ્રિત સૌ નર નારી
મેં તમ આગળે રે
વાર્તા સત્ય કહી છે મારી
હું તો તમ કારણે રે
આવ્યો ધામ થકી ધરી દેહ
પ્રેમાનંદનો રે
વ્હાલો વરસ્યા અમૃત મેહ
હે બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
હે બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
હે વળી સહુ સાંભળો રે
મ્હારી વાર્તા પરમ અનુપ
પરમ સિદ્ધાંત છે રે
સહુ ને હિતકારી સુખરૂપ
સહુ હરિ ભક્ત ને રે
જાવુ હોયે મારે ધામ
તો તમે સેવજો રે
તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ
સહુ હરિ ભક્ત ને રે
સહુ હરિ ભક્ત ને રે
જાવુ હોયે મારે ધામ
તો મને સેવજો રે
તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ
સહુ હરિ ભક્ત ને રે
રેહવુ હોયે મારે પાસ
તો તમે મેલજો રે
મિથ્યા પંચ વિષયની આશ
હે મુજ વિના જાણજો રે
બીજા માયિક સહુ આકાર
પ્રીતિ તોડજો રે
જૂઠા જાણી કુટુંબ પરિવાર
સહુ તમે પાળજો રે
સર્વે દ્રઢ કરી મારા નેમ
તમ પર રીઝશે રે
ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ
સંત હરિ ભક્ત ને રે
સંત હરિ ભક્ત ને રે
દીધો શિક્ષા નો ઉપદેશ
લટકા હાથ ના રે
કરતા શોભે નટવર વેશ
નિજ જન ઊપરે રે
અમૃત વરસ્યા આનંદ કંદ
જેમ સહુ ઔષધિ રે
પ્રીતે પોષે પૂરણ ચંદ
બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
હે બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
હે શોભે સંત માં રે
જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ
ઈશ્વર ઉદે થયા રે
કળી માં કરવા જન ના કાજ
એ પદ શીખશે રે
એ પદ શીખશે રે
ગાશે સાંભળશે કરી પ્યાર
પ્રેમાંનદ નો રે સ્વામી
લેશે તેની સાર
બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
મારે એક વાર્તા રે
સહુને સંભળાવ્યાનું છે મન
હે બોલ્યા શ્રી હરિ રે
સાંભળો નર નારી હરિજન
સાંભળો નર નારી હરિજન
સાંભળો નર નારી હરિજન
સાંભળો નર નારી હરિજન
સાંભળો નર નારી હરિજન
Credits:
- Title: Bolya Shree Hari Re
- Singer: Jay Joshi
- Music Director: Paresh Shah (Bombay Paresh)
- Edit & Gfx: Prem Graphics PG
- Music Label: Music Nova

