Tuesday, May 19, 2026
Tuesday, May 19, 2026
HomeBhakti SongsBhakti Songs GujaratiMachali Viyani Dariya Ne Bet with Lyrics - Shravan Bhajan

Machali Viyani Dariya Ne Bet with Lyrics – Shravan Bhajan

- Advertisment -

“મચલી વિયાની દરિયા ને બેટ” એક પ્રસિદ્ધ ગુજરાતી લોકગીત / લોરા (લોલ) છે, જે ખાસ કરીને બાળકોને ઊંઘાડવા માટે અથવા લોકરસભર પ્રસંગોમાં ગવાય છે।

આ ગીત શું છે?

  • માછલી (મચલી)
  • દરિયો
  • બેટ (ટાપુ)

શબ્દ અર્થ

  • મચલી = માછલી
  • દરિયો = સમુદ્ર
  • બેટ = ટાપુ / દરિયામાં આવેલ ભૂખંડ

ક્યારે ગવાય છે?

  • બાળકોને લોલ ગાવા
  • ગ્રામ્ય લોકપ્રસંગો
  • સાંસ્કૃતિક કાર્યક્રમોમાં

Machali Viyani Dariya Ne Bet Lyrics:

  • English
  • Gujarati

Machhli Vihani Dariya Ne Bet
Shravan Rahyo Ani Maane Pet
Kaali Pachedi Ne Bhamariyali Bhaat
Shravan Janmyo Maajham Raat

Kaali Pachedi Ne Bhamariyali Bhaat
Shravan Janmyo Maajham Raat
Machhli Vihani Dariya Ne Bet
Shravan Rahyo Ani Maane Pet

Kaali Pachedi Ne Bhamariyali Bhaat
Shravan Janmyo Maajham Raat
Kaali Pachedi Ne Bhamariyali Bhaat
Shravan Janmyo Maajham Raat

Ae Adi Kadi Vaav Ne Navghan Kuvo
Tyaan Shravan No Janam Huo
Vad Pipal Na Tunka Tunka Paan
Shravan Dhaave Ani Maane Re Thaan

Laambi Pipal Ne Tunka Tunka Paan
Shravan Dhaave Ani Maane Re Thaan
Paanch Varas No Shravan Thayo
Lai Paati Ne Bhanva Gayo

Bhani Gani Ne Moto Thayo
Sughari Naar Ne Parni Gayo
Bhani Gani Ne Moto Thayo
Sughari Naar Ne Parni Gayo

Hey Sughari Naar Maara Vachan Suno
Aandhla Maa Baap Ni Seva Karo
Taara Maa Baap Ne Kuva Ma Naakh
Mane Maare Piyari Ae Valav

Taara Maa Baap Ne Kuva Ma Naakh
Mane Maare Piyari Ae Valav
Aagal Shravan Ne Vaahe Ani Naar
Aaya Banne Sasra Ne Dwaar

Sasraji Maara Vachan Suno
Tamari Dikrine Ghar Ma Pooro
Sasraji Maara Vachan Suno
Tamari Dikrine Ghar Ma Pooro

Hey Jamaai Raaj Maara Jamta Re Jaav
Dikri Na Avgun Kehta Re Jaav
Ee Re Abhagani Na Moon Kaun Jue
Maara Aandhla Maa Baap Ne Naakhe Kuve

Ee Re Abhagani Na Moon Kaun Jue
Maara Aandhla Maa Baap Ne Naakhe Kuve
Tyaan Thi Shravan Haalyo Re Jaay
Suthaar Na Ghar Puchhto Re Jaay

Suthaari Veera Maara Vachan Suno
Maara Aandhla Maa Baap Ni Kaavad Ghado
Suthaari Veera Maara Vachan Suno
Maara Aandhla Maa Baap Ni Kaavad Ghado

Hey Kaavad Ghadjo Ghaat Saghaat
Soila Bese Maara Maa Ne Re Baap
Tyaan Thi Shravan Haalyo Re Jaay
Darji Na Ghar Ae Puchhto Re Jaay

Tyaan Thi Shravan Haalyo Re Jaay
Darji Na Ghar Ae Puchhto Re Jaay
Darjida Maara Vachan Suno
Maara Aandhla Maa Baap Na Kapda Seevo

Kapda Seevajo Ghaat Saghaat
Soila Pehre Maara Maa Ne Re Baap
Kapda Seevajo Ghaat Saghaat
Soila Pehre Maara Maa Ne Re Baap

Hey Tyaan Thi Shravan Haalyon Re Jaay
Mochida Na Ghar Puchhto Re Jaay
Bhaai Mochida Maara Vachan Suno
Maara Aandhla Maa Baap Ni Mojdi Seevo

Bhai Mochida Maara Vachan Suno
Maara Aandhla Maa Baap Ni Mojdi Seevo
Mojdi Seevjo Ghaat Saghaat
Soila Pehre Maara Maa Ne Re Baap

Shravan No Nahi Harakh Samaay
Adasath Teerath Karvaane Jaay
Aandhla Maa Baap Ne Aanand Thaay
Adasath Teerath Karvaane Jaay

Hey Khabhe Kaavad Ne Haathma Teer
Shravan Haalyo Sarayu Ne Teer
Naahya Ganga Jamuna Na Neer
Shuddh Karya Chhe Ena Shareer

Naahya Ganga Jamuna Na Neer
Shuddh Karya Chhe Ena Shareer
Dagle Ne Pagle Panth Kapaay
Aandhla Maa Baap Tarsya Re Thaay

Kaavad Mookine Aambaliya Ni Chhany
Shravan Paani Bharva Ne Jaay
Kaavad Mookine Aambaliya Ni Chhany
Shravan Paani Bharva Ne Jaay

Hey Ayodhya Nagari No Dashrath Raay
Van Ma Mrigaya Ramvaane Jaay
Bhariya Lota Ne Khakhadya Neer
Shravan Vindhaano Pehle Teer

Bhariya Lota Ne Khakhadya Neer
Shravan Vindhaano Pehle Teer
Biju Teer To Jyaan Nankhaay
Shravan No Tyaan Jeevdo Re Jaay

Marta Marta Maangto Gayo
Maara Aandhla Maa Baap Ne Paanida Dyo
Marta Marta Maangto Gayo
Maara Aandhla Maa Baap Ne Paanida Dyo

Hey Tarsya Tapasvi Paanida Peevo
Tamaaro Shravan Swarge Giyo
Aandhla Maa Baape Haambhali Vaat
Dashrath Raay Ne Didho Re Shraap

Aandhla Maa Baape Haambhali Vaat
Dashrath Raay Ne Didho Re Shraap
Putra Viyoge Ame Tarsiye Jem
Dashrath Raja Taaru Thaashe Re Aem

Ramchandra Jyaan Vanvaase Jaay
Dashrath No Tyaan Jeevdo Re Jaay
Ramchandra Jyaan Vanvaase Jaay
Dashrath No Tyaan Jeevdo Re Jaay

Hey Putra Gumavi Ame Tajiye Re Praan
Dashrath Taara Sunn Eandhaan
Dashrath Taare Dikra Chaar
Anta Samaye Nahi Eke Rahe Paas

Dashrath Taare Dikra Chaar
Anta Samaye Nahi Eke Rahe Paas
Dashrath Taare Dikra Chaar
Anta Samaye Nahi Eke Paas

Dashrath Taare Dikra Chaar
Anta Samaye Nahi Eke Paas

માછલી વિહાણી દરિયા ને બેટ
શ્રવણ રહ્યો એની માને પેટ
કાળી પછેડી ને ભંમરિયાળી ભાત
શ્રવણ જનમ્યો માઝમ રાત

કાળી પછેડી ને ભંમરિયાળી ભાત
શ્રવણ જનમ્યો માઝમ રાત
માછલી વિહાણી દરિયા ને બેટ
શ્રવણ રહ્યો એની માને પેટ

કાળી પછેડી ને ભંમરિયાળી ભાત
શ્રવણ જનમ્યો માઝમ રાત
કાળી પછેડી ને ભંમરિયાળી ભાત
શ્રવણ જનમ્યો માઝમ રાત

એ અડી કડી વાવ ને નવઘણ કૂવો
ત્યાં શ્રવણ નો જનમ હુઓ
વડ પીપળ ના ટૂંકા ટૂંકા પાન
શ્રવણ ધાવે એની માને રે થાન

લાંબી પીપળ ને ટૂંકા ટૂંકા પાન
શ્રવણ ધાવે એની માને રે થાન
પાંચ વરસનો શ્રવણ થયો
લઇ પાટી ને ભણવા ગયો

ભણી ગણી ને મોટો થયો
સુઘરી નારને પરણી ગયો
ભણી ગણી ને મોટો થયો
સુઘરી નારને પરણી ગયો

હે સુઘરી નાર મારા વચન સુણો
આંધળા માં બાપ ની સેવા કરો
તારા માં બાપ ને કુવા માં નાખ
મને મારે પિયરીએ વળાવ

તારા માં બાપ ને કુવા માં નાખ
મને મારે પિયરીએ વળાવ
આગળ શ્રવણને વાહે એની નાર
આયા બંન્ને સસરા ને દ્વાર

સસરાજી મારા વચન સુણો
તમારી દીકરીને ઘર માં પૂરો
સસરાજી મારા વચન સુણો
તમારી દીકરીને ઘર માં પૂરો

હે જમાઈ રાજ મારા જમતા રે જાવ
દીકરી ના અવગુણ કહેતા રે જાવ
ઈ રે અભાગણીના મોં કોણ જુએ
મારા આંધળા માં બાપ ને નાખે કૂવે

ઈ રે અભાગણીના મોં કોણ જુએ
મારા આંધળા માં બાપ ને નાખે કૂવે
ત્યાં થી શ્રવણ હાલ્યો રે જાય
સુથાર ના ઘર પૂછતો રે જાય

સૂથારી વીરા મારા વચન સુણો
મારા આંધળા માં બાપ ની કાવડ ઘડો
સુથારી વીરા મારા વચન સુણો
મારા આંધળા માંબાપની કાવડ ઘડો

હે કાવડ ઘડજો ઘાટ સઘાટ
સોઈલા બેસે મારા માં ને રે બાપ
ત્યાંથી શ્રવણ હાલ્યો રે જાય
દરજીનાં ઘર એ પૂછતો રે જાય

ત્યાંથી શ્રવણ હાલ્યો રે જાય
દરજીનાં ઘર એ પૂછતો રે જાય
દરજીડાં મારા વચન સુણો
મારા આંધળા માં બાપનાં કપડા સીવો

કપડા સીવજો ઘાટ સઘાટ
સોઈલા પહેરે મારા માં ને રે બાપ
કપડા સીવજો ઘાટ સઘાટ
સોઈલા પહેરે મારા માં ને રે બાપ

હે ત્યાં થી શ્રવણ હાલ્યો રે જાય
મોચીડાનાં ઘર પૂછતો રે જાય
ભાઈ મોચીડા મારા વચન સુણો
મારા આંધળા માં બાપ ની મોજડી સીવો

ભાઈ મોચીડા મારા વચન સુણો
મારા આંધળા માં બાપ ની મોજડી સીવો
મોજડી સીવજો રે ઘાટ સઘાટ
સોઈલા પેહરે મારા માં ને રે બાપ

શ્રવણ નો નહી હરખ સમાય
અડસઠ તીરથ કરવાને જાય
આંધળા માં બાપ ને આનંદ થાય
અડસઠ તીરથ કરવાને જાય

હે ખભે કાવડ ને હાથમાં તીર
શ્રવણ હાલ્યો સરયુને તીર
નાહયા ગંગા ને જમુના ના નીર
શુદ્ધ કર્યા છે એના શરીર

નાહયા ગંગા ને જમુના ના નીર
શુદ્ધ કર્યા છે એના શરીર
ડગલે ને પગલે પંથ કપાય
આંધળા માં બાપ તરસ્યા રે થાય

કાવડ મૂકીને આંબલીયા ની છાંય
શ્રવણ પાણી ભરવા ને જાય
કાવડ મૂકીને આંબલીયા ની છાંય
શ્રવણ પાણી ભરવા ને જાય

હે અયોધ્યા નગરી નો દશરથ રાય
વન માં મૃગયા રમવાને જાય
ભરિયા લોટા ને ખખડ્યા નીર
શ્રવણ વીંધાણો પહેલે તિર

ભરિયા લોટા ને ખખડ્યા નીર
શ્રવણ વીંધાણો પહેલે તિર
બીજુ તિર તો જ્યાં નંખાય
શ્રવણ નો ત્યાં જીવડો રે જાય

મરતા મરતા માંગતો ગયો
મારા આંધળા માં બાપને પાણીડા દયો
મરતા મરતા માંગતો ગયો
મારા આંધળા માં બાપને પાણીડા દયો

હે તરસ્યા તપસ્વી પાણીડાં પીવો
તમારો શ્રવણ સ્વર્ગે ગીયો
આંધળા માં બાપે હાંભળી વાત
દશરથ રાય ને દીધો રે શ્રાપ

આંધળા માં બાપે હાંભળી વાત
દશરથ રાય ને દીધો રે શ્રાપ
પુત્ર વિયોગે અમે તરસીયે જેમ
દશરથ રાજા તારુ થાશે રે એમ

રામચંદ્ર જ્યાં વનવાસે જાય
દશરથ નો ત્યાં જીવડો રે જાય
રામચંદ્ર જ્યાં વનવાસે જાય
દશરથ નો ત્યાં જીવડો રે જાય

હે પુત્ર ગુમાવી અમે તજીએ રે પ્રાણ
દશરથ તારા સુણ એંધાણ
દશરથ તારે દીકરા ચાર
અંત સમયે નહિ એકે રહે પાસ

દશરથ તારે દીકરા ચાર
અંત સમયે નહિ એકે રહે પાસ
દશરથ તારે દીકરા ચાર
અંત સમયે નહિ એકે પાસ

દશરથ તારે દીકરા ચાર
અંત સમયે નહિ એકે પાસ

Credits:

  • Title: Machhli Viyani Dariya Ne Bet
  • Singer: Govind Bapu Narola
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Edit & Gfx: Prem Graphics
  • Music Label: Music Nova
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES