Credits:
- Produce & Concept by: Kreative Kings & Satsangi Jeev
- Lyrics & Music Arrangements: Paresh Shah (Bombay Paresh)
- Singers: Chintan Rana & (Introducing) K 4 Kiran
- Keyboards: Jay joshi
- Mixed by: Aditya Vaidya
- Video & Graphics: Vishal Luhana
Lyrics:
નોરતાની રાતો સુની
રસિયાની આંખો ભીની
આવને ઓ દેવી …
કોરોના એ માજા મૂકી
દુનિયાછે દુઃખી દુઃખી
આવને ઓ દેવી …
રમવાને ગરબે માં
હેઅંબા ભવાની માં
હે સંકટહારિણી માં
હે મંગલકારીણી માં
તું પધારે, આ નોરતે
ફરી રમઝટ જામી જાય …
નવું ચેતન આવી જાય ,
ફરી જલસો પડી જાય …
તું પધારે આ નોરતે
હે નવદુર્ગા માં…
ગરબા ગાવાની અહીંછે તાલાવેલી…
અમે આશરે તારા છે પાવાવાળી …
લાગેછે ઘણા વર્ષો ગયા વીતી
રમવા કાજે નથી આ આંખો સૂતી ….
નવરંગી ચણીયો ને રૂપેરી ચોલી…
લાલ ચટક ચૂંદડી માથે રે ઓઢી..
હાથમાં ચુડલાં ને પગમાં ઝાંઝરી….
માથે શોભે ગરબી હિરે મઢેલી…
તારું રુપ અલંકારી
માઁ, દિવ્ય મનોહારી
તું પધારે, આ નોરતે
ફરી રમઝટ જામી જાય …
નવું ચેતન આવી જાય ,
ફરી જલસો પડી જાય …
તું પધારે આ નોરતે
હે નવદુર્ગા માં….
છોડી કોરોનાની ઝન્ઝટ
ચાલો રમીએ રમઝટ..
ગરબામાં મન ઘેલું
ચિંતા ને હું મેલું…
ભલે રહ્યું માસ્ક મોઢે
જાગશુ રાત ઉંઘીશું મોડે
ઢોલીને કહો ઢોલ વગાડ
રાસ રમવા ગામ ગજાવ
ફાલ્ગુની પાઠકને, કૈરવી કિંજલ,ભૂમિને, અતુલ પુરોહિતને…
કીર્તિ દાન ને ઓસમાણ કરસનભાઈ ગુજરાતની શાન ..
કોઈ એમનો
માસ્ક કાઢો ,જલ્દી જલ્દી માઇક આપો,
માસ્ક કાઢો , માઇક આપો ,
સંગીતનો સંગાથ આપો ..
જુઓને પછી વાગે કેવો ડંકો
ખેલૈયા નારી સંગે ઝૂમે નર બંકો ..
વાઘ અસવારે આવી માઁ ભવાની ….
કરજે સહાય મારી બહુચરબાળી..
ગરબા ગાવાછે તારા મોગલ માડી
ડાખલે ધરણી ધ્રુજાવે મેલડી મારી…
સંસ્કારી નગરીના સત્સંગી જીવની
માઁ દુર્ગા તમને છે એકજ અરજી..
વિનાશકારી આ રોગ ને સંહારો ..
માડી અમ પર આશીર્વાદ વરસાવો …
કાલિકા કલ્યાણકારી
ખોડલ પાવનકારી
તું પધારે , આ નોરતે
સર્વ આંનદ મંગલ થાય
તારી આરતી ધૂન ગવાય
હૈયે હરખ અતિ થાય
તુ પધારે , આ નોરતે
ફરી રમઝટ જામી જાય …
નવું ચેતન આવી જાય ,
ફરી જલસો પડી જાય …
તુ પધારે , આ નોરતે
હે નવદુર્ગા માઁ….