Tuesday, May 19, 2026
Tuesday, May 19, 2026
HomeShani Dev SongsShani Dev Songs GujaratiShani Chalisa Gujarati Lyrics - Shani Dev Maharaj

Shani Chalisa Gujarati Lyrics – Shani Dev Maharaj

- Advertisment -

શનિ ચાલીસા ભગવાન શનિદેવની સ્તુતિમાં રચાયેલું પવિત્ર સ્તોત્ર છે, જેમાં શનિદેવની મહિમા, ન્યાયશક્તિ અને કૃપાનું વર્ણન કરવામાં આવે છે।

શનિ ચાલીસા શું છે?

  1. “ચાલીસા” એટલે ૪૦ ચોપાઈઓવાળું સ્તોત્ર
  2. શનિ ચાલીસામાં શનિદેવને:
    • કર્મફળદાતા
    • ન્યાયના દેવતા
    • દુઃખ દૂર કરનાર
    • તરીકે નમન કરવામાં આવે છે।

મહત્ત્વ:

  • શનિદોષ અને સાડેસાતીનો પ્રભાવ શાંત થાય
  • ભય અને અવરોધ દૂર થાય
  • ધૈર્ય અને આત્મબળ મળે
  • જીવનમાં ન્યાય અને સ્થિરતા આવે

ક્યારે પાઠ થાય છે?

  • શનિવારે
  • શનિ જયંતી
  • સાડેસાતી / ઢૈયા દરમિયાન
  • શનિ મંદિરમાં અથવા ઘરે પૂજા સમયે

ભાવ અને સંદેશ:

  • સારા કર્મ કરવાથી શનિદેવ કૃપા કરે છે
  • અહંકાર અને અન્યાયથી દૂર રહેવું જોઈએ
  • ધર્મ અને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ

Shani Chalisa Lyrics:

  • English
  • Gujarati

Jayati Jayati Shanidev Dayala
Bhaktona Tame Chho Pratipaala
Chaar Bhuja Tanu Shyam Viraaje
Shire Ratna Mukut Chhabi Chhaaje

Shire Ratna Mukut Chhabi Chhaaje
Param Vishaal Manohar Bhaal
Traansi Drashti Bhrukuti Vikaraal
Kundal Kaane Chamaacham Chamke

Haiye Maal Muktaamani Damke
Haiye Maal Muktaamani Damke
Kar Maa Gada Trishool Kuthaar
Kshanma Shatru Kare Sanhaar

Pingal Krishna Chhaya Nandan
Yam Konasth Raudra Dukh Bhanjan
Yam Konasth Raudra Dukh Bhanjan
Saurimand Shani Dashanaame

Bhanusut Poojaay Sarve Kaame
Je Par Prabhu Prasann Thai Jaay
Rank Ne Raav Kare Kshan Maay
Rank Ne Raav Kare Kshan Maay

Parvatne Trun Sam Kari Naakhe
Trunne Parvat Sam Kari Naakhe
Rajya Lai Van Didhu Ramne
Kaikeyini Mati Maa Bhram Naakhe

Kaikeyini Mati Maa Bhram Naakhe
Vanmaa Mrugna Kapat Rachaavi
Janaki Maa Ni Chori Karaavi
Shakti Lakhan Ni Vikal Kari Naakhi

Senane Vyaakul Kari Naakhi
Senane Vyaakul Kari Naakhi
Raavanni Mati Bhramit Karaave
Ramchandrathi Ver Vadhaare

Raakh Kari Sonani Lanka
Bajarang Birna Baajat Danka
Bajarang Birna Baajat Danka
Nrup Vikram Par Pag Dharyo Te

Chitra Mayure Haar Galyo Chhe
Aal Aavyu Raja Par Chori
Haath Pag Naakhya Te Todi
Haath Pag Naakhya Te Todi

Bhaari Dasha Nikrusht Dekhaadi
Taili Ne Ghar Tel Pisavyu
Vinaye Raag Deepak Pragatavyo
Tyaare Prabhue Sukh Apavyu

Tyaare Prabhue Sukh Apavyu
Harishchandra Sut Naari Vechaavi
Shamshaane Chhe Bharavya Paani
Nal Upar Pan Dasha Vitaadi

Bhunjii Meen Kudi Gayi Paani
Bhunjii Meen Kudi Gayi Paani
Shri Shankarne Gufa Bhalaavi
Parvati Maane Sati Karaavi

Tav Kopit Drashti E Didhu
Gaurisutnu Shish Udaavi
Gaurisutnu Shish Udaavi
Paandavo Par Veeti Dasha Tamaari

Bachi Draupadi Laaj Ugaari
Kauravni Mati Gati Lidhi Maari
Mahabharat Ne Karavyu Bhaari
Mahabharat Ne Karavyu Bhaari

Ravi Mukhma Dharine Veerbaal
Kudi Padya Sidha Paataal
Shesh Deve Kai Laakho Vinavya
Suryane Mukhthi Tyaare Chhodavya

Suryane Mukhthi Tyaare Chhodavya
Vaahan Tara Saat Prabhuji
Jag Diggaj Gardabh Mrug Shvaan
Jambuk Sinh Aadi Nakhdhaari

Ae Vishe Kahe Jyotishgyana
Ae Vishe Kahe Jyotishgyana
Gaj Vaahan Lakshmi Ghar Laave
Haythi Sukh Sampatti Thaay

Gardabh Bahu Haani Karaave
Sinhe Siddhi Raajya Apaaya
Sinhe Siddhi Raajya Apaaya
Jambuk Buddhi Nasht Karaave

Mruge Pranne Kasht Apaave
Jyaare Aave Prabhu Shvaan Savaari
Chori Aadi Bhay Ghano Dekhaade
Chori Aadi Bhay Ghano Dekhaade

Temaj Chaar Charan Aa Naam
Sona Loh Chandi Ne Taam
Loh Charane Aave Prabhu Jyaare
Dhan Jan Sampatti Nasht Karave

Dhan Jan Sampatti Nasht Karave
Samata Taambu Rajat Shubhakaari
Swarn Sarvasukh Mangalkaari
Je Aa Shani Charit Nit Gaave

Tene Dukh Dasha Naa Sataave
Tene Dukh Dasha Naa Sataave
Adbhut Naath Bataavo Leela
Shatru Balne Kari Naakho Dheela

Jo Suyogya Pandit Bolave
Vidhivat Shanigrah Shanti Karave
Vidhivat Shanigrah Shanti Karave
Peeple Jal Shanivaar Chadhaave

Deepdaanthi Bahu Sukh Paame
Kahat Ramsundar Prabhu Daas
Shani Bhajta Thaay Sukhno Ujaas
Shani Bhajta Thaay Sukhno Ujaas

Shani Bhajta Thaay Sukhno Ujaas
Shani Bhajta Thaay Sukhno Ujaas
Paath Shanishwar Devno
Kare Bhakt Taiyaar

Kare Paath Chaalis Divas
Bhavsagar Thaay Paar

જયતિ જયતિ શનિદેવ દયાળા
ભક્તોના તમે છો પ્રતિપાળા
ચાર ભુજા તનુ શ્યામ વિરાજે
શિરે રત્ન મુકુટ છબી છાજે

શિરે રત્ન મુકુટ છબી છાજે
પરમ વિશાળ મનોહર ભાલ
ત્રાંસી દ્રષ્ટિ ભૃકુટિ વિકરાલ
કુંડળ કાને ચમાચમ ચમકે

હૈયે માળ મુક્તામણિ દમકે
હૈયે માળ મુક્તામણિ દમકે
કર માં ગદા ત્રિશૂલ કુઠાર
ક્ષણમાં શત્રુ કરે સંહાર

પિંગલ કૃષ્ણ છાયા નંદન
યમ કોણસ્થ રૌદ્ર દુઃખ ભંજન
યમ કોણસ્થ રૌદ્ર દુઃખ ભંજન
સૌરીમંદ શનિ દશનામે

ભાનુસુત પૂજાય સર્વે કામે
જે પર પ્રભુ પ્રસન્ન થઈ જાય
રંક ને રાવ કરે ક્ષણ માંય
રંક ને રાવ કરે ક્ષણ માંય

પર્વતને તૃણ સમ કરી નાખે
તૃણને પર્વત સમ કરી નાખે
રાજ્ય લઈ વન દીધુ રામને
કૈકેયીની મતિ માં ભ્રમ નાખે

કૈકેયીની મતિ માં ભ્રમ નાખે
વનમાં મૃગના કપટ રચાવી
જાનકી મા ની ચોરી કરાવી
શક્તિ લખન ની વિકલ કરી નાખી

સેનાને વ્યાકુળ કરી નાખી
સેનાને વ્યાકુળ કરી નાખી
રાવણની મતિ ભ્રમિત કરાવે
રામચંદ્રથી વેર વધારે

રાખ કરી સોનાની લંકા
બજરંગ બીરના બાજત ડંકા
બજરંગ બીરના બાજત ડંકા
નૃપ વિક્રમ પર પગ ધર્યો તે

ચિત્ર મયૂરે હાર ગળ્યો છે
આળ આવ્યુ રાજા પર ચોરી
હાથ પગ નાખ્યા તે તોડી
હાથ પગ નાખ્યા તે તોડી

ભારી દશા નિકૃષ્ટ દેખાડી
તૈલી ને ઘર તેલ પીસાવ્યુ
વિનયે રાગ દીપક પ્રગટાવ્યો
ત્યારે પ્રભુએ સુખ અપાવ્યુ

ત્યારે પ્રભુએ સુખ અપાવ્યુ
હરીશ્ચંદ્ર સુત નારી વેચાવી
શમશાને છે ભરાવ્યા પાણી
નળ ઉપર પણ દશા વિતાડી

ભુંજી મીન કૂદી ગઈ પાણી
ભુંજી મીન કૂદી ગઈ પાણી
શ્રી શંકરને ગુફા ભળાવી
પાર્વતી માને સતી કરાવી

તવ કોપિત દ્રષ્ટિ એ દીધુ
ગૌરીસુતનું શીશ ઉડાવી
ગૌરીસુતનું શીશ ઉડાવી
પાંડવો પર વીતી દશા તમારી

બચી દ્રૌપદી લાજ ઉગારી
કૌરવની મતિ ગતિ લીધી મારી
મહાભારત ને કરાવ્યુ ભારી
મહાભારત ને કરાવ્યુ ભારી

રવિ મુખમાં ધરીને વીરબાલ
કૂદી પડ્યા સીધા પાતાળ
શેષ દેવે કંઈ લાખો વિનવ્યા
સૂર્યને મુખથી ત્યારે છોડાવ્યા

સૂર્યને મુખથી ત્યારે છોડાવ્યા
વાહન તારા સાત પ્રભુજી
જગ દિગ્ગજ ગર્દભ મૃગ શ્વાન
જંબુક સિંહ આદિ નખધારી

એ વિષે કહે જ્યોતિષજ્ઞાન
એ વિષે કહે જ્યોતિષજ્ઞાન
ગજ વાહન લક્ષ્મી ઘર લાવે
હયથી સુખ સંપત્તિ થાય

ગર્દભ બહુ હાનિ કરાવે
સિંહે સિદ્ધિ રાજ્ય અપાયા
સિંહે સિદ્ધિ રાજ્ય અપાયા
જંબુક બુદ્ધિ નષ્ટ કરાવે

મૃગે પ્રાણને કષ્ટ અપાવે
જ્યારે આવે પ્રભુ શ્વાન સવારી
ચોરી આદિ ભય ઘણો દેખાડે
ચોરી આદિ ભય ઘણો દેખાડે

તેમજ ચાર ચરણ આ નામ
સોના લોહ ચાંદી ને તામ
લોહ ચરણે આવે પ્રભુ જયારે
ધન જન સંપત્તિ નષ્ટ કરાવે

ધન જન સંપત્તિ નષ્ટ કરાવે
સમતા તાંબુ રજત શુભકારી
સ્વર્ણ સર્વસુખ મંગળકારી
જે આ શનિ ચરિત નિત ગાવે

તેને દુઃખ દશા ના સતાવે
તેને દુઃખ દશા ના સતાવે
અદ્ભુત નાથ બતાવો લીલા
શત્રુ બળને કરી નાખો ઢીલા

જો સુયોગ્ય પંડિત બોલાવે
વિધિવત શનિગ્રહ શાંતિ કરાવે
વિધિવત શનિગ્રહ શાંતિ કરાવે
પીપળે જળ શનિવાર ચઢાવે

દીપદાનથી બહુ સુખ પામે
કહત રામસુંદર પ્રભુ દાસ
શનિ ભજતા થાય સુખનો ઉજાસ
શનિ ભજતા થાય સુખનો ઉજાસ

શનિ ભજતા થાય સુખનો ઉજાસ
શનિ ભજતા થાય સુખનો ઉજાસ
પાઠ શનિશ્વર દેવનો
કરે ભક્ત તૈયાર

કરે પાઠ ચાલીસ દિવસ
ભવસાગર થાય પાર

Credits:

  • Title: Shani Chalisa
  • Singer: Mayur Waghela
  • Music Director: Girish Mehta
  • Lyrics: Medha Antani
  • Edit & Gfx: Prem Graphics PG
  • Music Label: Music Nova
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES