Tuesday, May 19, 2026
Tuesday, May 19, 2026
HomeNarsinh Mehta SongsMari Hundi Swikaro Maharaj with Lyrics - Narsinh Mehta Bhajan

Mari Hundi Swikaro Maharaj with Lyrics – Narsinh Mehta Bhajan

- Advertisment -

“મારી હૂંડી સ્વીકારો મહારાજ” એક અતિ લોકપ્રિય ગુજરાતી કૃષ્ણ ભજન છે, જે ખાસ કરીને શ્રીનાથજી / દ્વારકાધીશ / રણછોડરાયજીની ભક્તિમાં ગવાય છે।

ભજનનો મુખ્ય ભાવ

  • શરણાગતિ
  • નમ્રતા
  • ભગવાન પર અડગ વિશ્વાસ
  • સંસારના ભારથી મુકિત

ક્યારે ગવાય છે?

  • સત્સંગમાં
  • હવેલી સંગીત પરંપરામાં
  • એકાંત ભક્તિમાં
  • કૃષ્ણ મંદિરોમાં

Mari Hundi Swikaro Maharaj Lyrics:

  • English
  • Gujarati

Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mari Hundi Shamaliyane Haath Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Prahaladni Pat Rakhava
Vhaale Dharyo Narsimha Roop
Sthambh Thaki Vhaalo Pragatyo Re
Hey Vhaale Maaryo

Hey Vhaale Maarya Hiranyakansh Bhoop Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Ranajie Radh Kari
Vali Meera Kere Kaaj
Zerna Pyaala Mokalya Re
Hey Vhaalo Zherno

Vhaalo Zherno Jaaranhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Gajne Vhaale Ugariyo
Vali Sudamani Bhaangi Bhookh
Saachi Velana Mara Vhaalma Re
Hey Tame Bhaktonne

Tame Bhaktonne Aapya Ghana Sukh Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Pandavoni Pratigya Paali
Vali Draupadina Purya Chir
Narsinha Mehtani Hundi Svikarjo
Mara Shamaliya

Tame Subhadra Baina Veer Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Chaar Jana Tirath Vaasi
Ne Vali Rupiya Chhe So Saat
Vahela Padhaarjo Dwaraka Re
Hey Ene Gomati

Ene Gomati Nahyaani Khaant Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Rehvaane Nathi Mare Jhonpadu
Vali Jamva Nathi Juvaar
Beta Beti Valaaviya Re
Hey Main Toh Valaavi

Main Toh Valaavi Ghar Keri Naar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Garath Maru Gopichandan
Vali Tulsi Hemno Haar
Saachu Naanu Maaru Shamalo Re
Hey Mare Dolatma

Maare Dolatma Jhaanj Pakhaj Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Tirath Vaasi Sau Chaliya
Vali Aavya Nagarni Maay
Aa Shaher Maa Evu Kaun Chhe Re
Jenu Shamalasha

Jenu Shamalasha Evu Naam Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Nathi Brahman Nathi Vaniyo
Nathi Chaaran Nathi Bhaat
Loko Kare Chhe Thekdi
Nathi Shamalasha

Nathi Shamalasha Sheth Evu Naam Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Tirath Vasi Sau Chaliya Re
Vali Aavya Nagarni Bahar
Vesh Lidho Vanikno Re
Maaru Shamalasha

Maaru Shamalasha Evu Naam Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Hundi Laavo Mara Haathma
Vali Aapu Purepura Daam
Rupiya Aapu Rokda Re
Hey Maaru Shamalasha

Maaru Shamalasha Evu Naam Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Hundi Swikaari Vhale Shaamale
Vali Araje Kidha Kaam
Mehtaji Phari Lakhjo Mane
Muj Vaanotar

Muj Vaanotar Sarkha Kaaj Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

Hey Mane Ek Ja Tamaro Aadhaar Re
Shamala Girdhari
Hey Mari Hundi Swikaro Maharaj Re
Shamala Girdhari

હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મારી હૂંડી શામળિયાને હાથ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે પ્રહલાદની પત રાખવા
વ્હાલે ધર્યો નરસિંહ રૂપ
સ્થંભ થકી વ્હાલો પ્રગટ્યો રે
હે વ્હાલે માર્યો

હે વ્હાલે માર્યા હિરણ્યકંશ ભૂપ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે રાણાજીએ રઢ કરી
વળી મીરા કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યા રે
હે વ્હાલો ઝેરનો

વ્હાલો ઝેરનો જારણહાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે ગજને વ્હાલે ઉગારીયો
વળી સુદામાની ભાંગી ભૂખ
સાચી વેળાના મારા વ્હાલમા રે
હે તમે ભક્તોને

તમે ભક્તોને આપ્યા ઘણા સુખ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે પાંડવોની પ્રતિજ્ઞા પાળી
વળી દ્રૌપદીના પુર્યા ચિર
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો
મારા શામળિયા

તમે સુભદ્રા બાઈના વીર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે ચાર જણા તીરથ વાસી
ને વળી રૂપિયા છે સો સાત
વહેલા પધારજો દ્વારકા રે
હે એને ગોમતી

એને ગોમતી નાહ્યાની ખાંત રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે રહેવાને નથી મ્હારે ઝોંપડુ
વળી જમવા નથી જુવાર
બેટા બેટી વળાવીયા રે
હે મૈં તો વળાવી

મૈં તો વળાવી ઘર કેરી નાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે ગરથ મારુ ગોપીચંદન
વળી તુલસી હેમનો હાર
સાચુ નાણુ મારુ શ્યામળો રે
હે મારે દોલતમાં

મારે દોલતમાં ઝાંઝ પખાજ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે તીરથ વાસી સૌ ચાલીયા
વળી આવ્યા નગરની માય
આ શહેર માં એવુ કોણ છે રે
જેનુ શામળશા

જેનુ શામળશા એવુ નામ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

નથી બ્રાહ્મણ નથી વાણીયો
નથી ચારણ નથી ભાટ
લોકો કરે છે ઠેકડી
નથી શામળશા

નથી શામળશા શેઠ એવુ નામ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે તીરથ વાસી સૌ ચાલીયા રે
વળી આવ્યા નગરની બહાર
વેશ લીધો વણિકનો રે
મારુ શામળશા

મારુ શામળશા એવુ નામ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે હૂંડી લાવો મારા હાથમાં
વળી આપુ પુરેપુરા દામ
રૂપિયા આપુ રોકડા રે
હે મારુ શામળશા

મારુ શામળશા એવું નામ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે હૂંડી સ્વીકારી વ્હાલે શામળે
વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો મને
મુજ વાણોતર

મુજ વાણોતર સરખા કાજ રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

હે મને એક જ તમારો આધાર રે
શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી

Credits:

  • Title: Mhari Hundi Swikaro Maharaj Re
  • Singer: Saurabh Mehta
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx: Prem Graphics
  • Label: Music Nova
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES